|
|
 |
RTI - Right To Information
માહિતી (મેળવવાનો) અધિકાર અધિનિયમ, ૨૦૦૫ અન્વયે મેન્યુઅલ
(તા. ૦૧/૦૫/૨૦૧૩ની પરિસ્થિતિ મુજબ) |
 |
|
RTI Index |
પ્રકરણ-૧૩ : રાહત, પરમિટ કે અધિકૃતિ મેળવનારની વિગતો:
: વિવિધ કેટેગરીના ઉમેદવારોને અપાતી રાહતની વિગતો :
- અનામત વર્ગો તથા શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોને અરજી ફી તથા પરીક્ષા-ફી માંથી મુક્તિ.
- આયોગ દ્વારા રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતા અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિના ઉમેદવારો તથા બેરોજગાર ઉમેદવારોને તેમના નિવાસસ્થાનેથી આયોગની કચેરી સુધી આવવા તેમજ નિવાસસ્થાને પરત જવાનું સાદી બસનું ભાડું.
- આયોગ દ્વારા પ્રસિધ્ધ થતી જાહેરાતમાં ઠરાવેલ ઉપલી વયમર્યાદામાં અનામત કક્ષાના ઉમેદવારોને :
(અ) ૪૦ વર્ષ સુધી હોય તો ૫ (પાંચ) વર્ષ,
(બ) ૪૦ વર્ષથી ૪૨ વર્ષ સુધી હોય તો ૪૫ વર્ષ સુધી, અને
(ક) ૪૨ વર્ષથી વધુ હોય તો ૩ (ત્રણ) વર્ષ સુધીની છુટછાટ, મહત્તમ ૪૫ વર્ષની ઉંમર સુધી, આપવામાં આવે છે.
- મહીલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫ (પાંચ) વર્ષની છુટછાટ, મહત્તમ ૪૫ વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર છે.
- શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવારોને સંબંધિત નિયમોની જોગવાઈ સંતોષતા હોય તો વયમર્યાદામાં ૧૦ (દશ) વર્ષની છુટછાટ મળવાપાત્ર છે.
- સીધી ભરતીની વર્ગ-૧ તથા વર્ગ-૨ની જગ્યામાં અને સ્પર્ધાત્મક પરિક્ષાથી થતી ભરતીમાં માજી સૈનિક ઉમેદવારોને તેઓએ લશ્કરમાં બજાવેલ સેવાના સમયગાળામાં ત્રણ વર્ષ ઉમેર્યા બાદ વધુમાં વધુ ૪૦ વર્ષની વયમર્યાદા સુધી તેમની ખરેખરી ઉંમરમાંથી તે બાદ કાર્ય પછી તેઓ જાહેરાતમાં ઠરાવેલ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે.
|
|
| |
|
|
|
|
|
| By Direct Selection & Competitive Examinations |
|
|
| |
| |
| |
| |
|
|
|