પ્રકરણ
૩:
નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્ય પદ્ધતિ. આયોગને સુપ્રત થયેલા કાર્યોમાં
નિર્ણય લેવાની પ્રક્રિયા માટે અધિક્રમિક માળખું નીચે દર્શાવ્યા મુજબનું છે.
(૧) આયોગ (અધ્યક્ષશ્રી તથા
સભ્યશ્રીઓ)
(૨) સચિવ
(૩) સંયુક્ત સચિવ
(૪) નાયબ સચિવ
(૫) હિસાબી અધિકારી
(૬) સેક્શન અધિકારી
(૭) નાયબ સેક્શન અધિકારી
(૮) કારકુન
આયોગની કાર્યવાહી સરળતાથી થાય તે માટે જુદી જુદી શાખાઓમાં સમગ્ર કામગીરીનું યોગ્ય વિભાજન કરવામાં આવેલ છે. સરકારશ્રી તરફથી મળતી દરખાસ્તો કે અન્ય પત્રો સૌ પ્રથમ નોંધણી શાખામાં નોંધાયા બાદ સંબંધિત શાખામાં મોકલી આપવામાં આવે છે અને જે તે શાખાના કારકૂન દ્વારા તેની શાખા ડાયરીમાં નોંધ લેવાય છે. ત્યારબાદ યોગ્ય કાર્યવાહી અર્થે સંબંધિત નાયબ સેક્શન અધિકારીને આપવામાં આવે છે.
નાયબ સેક્શન અધિકારીએ સેક્શન અધિકારીના આદેશ અનુસાર કામગીરી બજાવવાની હોય છે અને તેઓને સોંપવામાં આવેલ કામગીરીના નિકાલ માટે સમયસર રજુઆત કરવાની હોય છે.
ત્યારબાદ આ રજુઆત પર સેક્શન અધિકારી ચકાસણી હાથ ધરે છે, જેમાં નાયબ સેક્શન અધિકારીએ વ્યક્ત કરેલ અભિપ્રાયમાં હકીકત,નિયમ, પુર્વાધાર, સંદર્ભ કે કાર્ય પધ્ધતિને લગતી કોઈ ભૂલ જણાય તો તે પોતે જરૂરી વિગતો આપીને કેસ નાયબ સચિવ સમક્ષ રજુ કરે છે.
નાયબ સચિવ તેમના હસ્તકની શાખાઓ પાસેથી મળતી દરખાસ્તોની ચકાસણી હાથ ધરે છે. ત્યારબાદ બધા જ પાસાંઓને આવરી લઈને કેસ સંયુક્ત સચિવશ્રી મારફતે આયોગને રજુ કરે છે.
સંયુક્ત સચિવ તેઓ સમક્ષ રજુ થતા કેસને સંબંધિત બધીજ હકીકતોને ચકાસણી કરીને તે સચિવશ્રી મારફત આયોગ/અધ્યક્ષશ્રી સમક્ષ રજુ કરે છે, જેને આધારે આયોગ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવે છે.
આયોગ દ્વારા થયેલ નિર્ણયની જાણ સંબંધિત ઉમેદવારો કે સરકારને કરવામાં આવે છે. |